ટંકારાના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર રાજકોટથી ઝડપાયો

 

ટંકારાના ગ્રામ્ય પંથકમાંથી એક વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર ઈસમને ટંકારા પોલીસ ટીમે રાજકોટ ખાતેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી ગત તા. તા. ૧૮-૧૦-૨૦૨૫ ના રોજ ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી હસમુખ સુરેશ ચૌહાણ રહે હડમતીયા (જંકશન) તા. પડધરી વાળો અપહરણ કરી ગયો હતો ટંકારા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી આરોપી અને ભોગ બનનારને શોધવા અલગ અલગ ટીમો તપાસ ચલાવતી હોય જેમાં બાતમી મળી હતી કે અપહરણનો આરોપી ભોગ બનનાર સાથે રાજકોટ માંડા ડુંગર વિસ્તારમાં રહીને મજુરી કરે છે જેથી  ટીમે રાજકોટ ખાતે તપાસ કરતા આરોપી હસમુખ ઉર્ફે જીગો સુરેશ ચૌહાણ (ઉ.વ.૨૧) વાળાને ઝડપી લઈને ભોગ બનનાર સાથે મળી આવતા હસ્તગત કરી ટંકારા પોલીસ મથક લાવવામાં આવ્યા છે આરોપીની અટક કરી પોક્સો એક્ટ હેઠળ કલમ ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.