વાંકાનેર : નવી ઊર્જા, નવો સંચાર અને નવા સંકલ્પ સાથે નવા વર્ષનું સ્નેહમિલન…

 

વાંકાનેર શહેર ખાતે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિશિષ્ટ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજિત 67 વાંકાનેર-કુવાડવા વિધાનસભા ભાજપ પરિવાર નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં યોજાયેલ હતો જેમા સૌ કાર્યકર્તા ભાઈઓ-બહેનો, આગેવાનો અને હોદ્દેદારોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

કાર્યકર્તાઓની એકતા, સમર્પણ અને સહિયારા પ્રયાસોના બળે જનસેવા તથા વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવી નવી ઊંચાઈઓ સર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે વર્ચ્યુઅલી જોડાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ પણ ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપી પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી વીપુલભાઈ બસીયા, રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય જસ્મીનભાઈ પીપળીયા, રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ભરતભાઈ ગોવાણી, મોરબી જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી પ્રગનેશભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ અશ્વિનભાઈ મેઘાણી, વાંકાનેર નગરપાલિકા ઉપ પ્રમુખ માધવીબેન દવે, રાજકોટ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વર્ષાબેન ખુંટ, રાજકોટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પ્રવિણભાઈ મેઘાણી, રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય રાજુભાઈ જાપડીયા, રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય વીજયભાઈ સોલંકી, રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ મનોજભાઈ ચૌહાણ, વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય અલ્પેશભાઈ મેર, વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ તાલુકા ભાજપ મંત્રી જીજ્ઞેસભાઈ ગોહેલ, પરસોત્તમભાઈ ભુવા ભીખાભાઈ ગોવાણી, ભીખાલાલ પાઉં સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.