




પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ૧૮૨ વિધાનસભા બેઠકો પર આયોજિત સ્નેહમિલનના ભાગરૂપે 64 ધ્રાંગધ્રા વિધાનસભનું સ્નેહમિલન હળવદ ખાતે યોજાયું વડીલોના આશીર્વાદ અને કાર્યકર્તાઓના ઉત્સાહ વચ્ચે નવા વર્ષના વધામણા સાથે સ્નેહમિલન યોજાયું; ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવાનો સંદેશ અપાયો
હળવદ: હળવદ ખાતે ૬૪-હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા નવા વર્ષના શુભ પ્રારંભ નિમિત્તે ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હળવદ સરસ્વતી શિશુ મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વડીલોના આશીર્વાદ, કાર્યકર્તાઓનો ઉત્સાહ અને પરસ્પર આત્મીયતાના સંગમ સાથે સ્નેહમિલન ઉજવાયું હતું.
તા. ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે ૪ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સંગઠનના કાર્યકર્તાઓ અને આગેવાનો વચ્ચે પરસ્પર સ્નેહ, એકતા અને આત્મીયતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો. સાથે જ ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા સૌ સાથે મળીને નવા વર્ષનો મંગલ પ્રારંભ કરે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ સ્નેહમિલન સમારોહમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા,સાંસદ ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા,પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડીયા,તેમજ હોદેદારો,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ધ્રાંગધ્રા ગ્રામ્ય પ્રમુખ હિતુલભાઈ પટેલ, ધ્રાંગધ્રા શહેર પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ, હળવદ શહેર પ્રમુખ યશ પટેલ, હળવદ તાલુકા પ્રમુખ ભરતભાઈ દલવાડી સહિતના આગેવાનોના માર્ગદર્શન અને યજમાનપદે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા વર્ષના વધામણા સાથે યોજાયેલું આ સ્નેહમિલન સંગઠનની એકતા, ભાઈચારો અને પરસ્પર આત્મીયતાનો સંદેશ આપતું બની રહ્યું હતું.
મયુર રાવલ હળવદ



