પીપળી ગામ નજીક કુતરું આડું પડતા મોપેડ સ્લીપ થતા ચાલકનું મોત

મોપેડ ચાલકનું મોત થયું જયારે મિત્રને ઈજા પહોંચી

 

 

જેતપર રોડ પર પીપળી ગામ નજીક ડબલ સવારી મોપેડ લઈને બે મિત્રો મંદિરે દર્શન કરી પરત ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં કુતરું આડું પડતા એકટીવા ચાલક યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોથ થયું હતું જયારે અન્ય એક યુવાનને ઈજા પહોંચી હતી

 

મોરબીના ઇન્દિરાનગરના રહેવાસી પીતાંબરભાઈ નાનજીભાઈ લોદરીયા (ઉ.વ.૫૧) વાળાએ પોતાના પુત્ર ગોપાલ લોદરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો દીકરો ગોપાલ લોદરીયા (ઉ.વ.૩૩) અને ઉમેશ જગમાલભાઈ અદગામા બંને ઉમેશનું એકટીવા જીજે ૩૬ બીએ ૯૮૨૧ લઈને પાવડીયારી મેલડી માતાજી મંદિરે દર્શન કરવા ગયા હતા તા. ૧૬ ના રોજ સાંજના આઠેક વાગ્યે દર્શન કરી ઘરે પરત આવતા હતા ત્યારે મોટરસાયકલ ફરિયાદીનો દીકરો ગોપાલ ચલાવતો હતો

 

જેતપર પીપળી રોડ પર પીપળી ગામ તરફ જતા રસ્તા પાસે અચાનક કુતરું આડું ઉતરતા એકટીવા સ્પીડ વધુ હોવાથી એકટીવા સ્લીપ તઃતા ગોપાલ અને ઉમેશ બંને પડી ગયા હતા જે અકસ્માતમાં ગોપાલને કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું જયારે ઉમેશને માથાના ભાગે અને પડખાના ભાગે ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.