

ભીમગુડા ગામની સીમમાં આવેલ ખાણે કામ જોવા ગયેલ યુવાન સાથે માથાકૂટ કરી ગાળો આપી જાતી પ્રત્યે અપમાનિત કરી માર મારી ઈજા કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
રાજકોટના ખોરાણા રેલ્વે ફાટક સામે રહેતા કેવલ વનરાજ સોલંકી (ઉ.વ.૨૩) નામના યુવાને આરોપી કરશન નગાભાઇ કરમુર રહે કુવાડવા તા. રાજકોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને અજયભાઈ ભીમગુડા ગામે ખાણે કામ જોવા ગયા હતા ત્યારે આરોપી બ્લેક કલરની થાર ગાડી જીજે ૦૩ પીડી ૦૭૦૪ લઈને આવી માથાકૂટ કરી ગાળો આપી જાતી પ્રત્યે અપમાનિત શબ્દો બોલી હડધૂત કર્યો હતો તેમજ ફરિયાદી અને અજયભાઈ બંને ગાડી લઈને પાડધરા ઓફિસે જતા હતા ત્યારે ગાડી રોકી ગેરકાયદે અવરોધ પેદા કરી ગાળો આપી ફરિયાદી કેવલભાઈને પાઈપ વડે માથામાં મારી ઈજા કરી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે