

હરબટીયાળી ગામમાં જાહેર જગ્યાએ નુકશાન નહિ કરવાનું કહેતા એક ઇસમેં લોખંડ પાઈપ વડે મારી નાખવાના ઈરાદે વૃદ્ધને આડેધડ ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી માથાના ભાગે હેમરેજ અને ફ્રેકચર ઈજા કરી જીવલેણ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં રહેતા હસમુખભાઈ બેચરભાઈ નમેરા (ઉ.વ.૪૭) વાળાએ આરોપી જગદીશ છગન ઝાપડા રહે હરબટીયાળી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જગદીશ અવારનવાર ગામમાં જાહેર જગ્યાએ નુકશાન કરતો હોવાથી ગામ લોકોએ તેને ગામમાં નુકશાન નહિ કરવાનું કહ્યું હતું જેનો ખાર રાખી આરોપી જગદીશની શેરીમાંથી ફરિયાદીના પિતાજી બેચરભાઈ જીવણભાઈ (ઉ.વ.૭૫) વાળા ચાલીને નીકળ્યા ત્યારે આરોપીએ લોખંડ દાબીયો પાઈપ વડે માથાના ભાગે આડેધડ માર મારી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતા જીવણભાઈને માથામાં હેમરેજ અને ફ્રેકચર ઈજા કરી હતી તેમજ પિતાજીને બચાવવા વચ્ચે પડેલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે




