હળવદ પોલીસે પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલહવાલે કર્યો

 

હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ થતા હળવદ પોલીસે ઇસને ડીટેઈન કરી જેલહવાલે કર્યો છે

 

પ્રોહીબીશન ગેરકાયદે પ્રવૃત્તિ આચરતા ઈસમો પર અંકુશ લાવવા બુટલેગરો ઉપર પાસા અને હદપારી જેવા અટકાયતી પગલા લેવા માટે સુચના મુજબ હળવદ પોલીસ દ્વારા ઈંગ્લીશ દારૂ વેચાણ ગુનામાં સંડોવાયેલ ઈસમ મયુરસિંહ ઉર્ફે કાલી ભરતભાઈ રાઠોડ રહે સુખપર તા. હળવદ વાળા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા પાસા વોરંટ ઈશ્યુ થયું હતું જેથી પોલીસે ટીમ બનાવી મયુરસિંહ રાઠોડને પાસા એક્ટ તળે ડીટેઈન કરી જેલહવાલે કર્યો છે

 

Leave A Reply

Your email address will not be published.