ખનીજ ચોરો વિરુદ્ધ પોલીસનું સઘન અભિયાન : ખનીજ ચોરી કરતા ૧.૧૦ કરોડના ચાર વાહનો જપ્ત

 

વાંકાનેર તલુકા પોલીસ ટીમ ખનીજ ચોરો વિરુદ્ધ સતત કામગીરી કરી રહી છે ખનીજચોરીને જડમૂળથી નાબુદ કરવા માટે પોલીસ ટીમો સતત પેટ્રોલિંગ અને રેડ સહિતની કામગીરી કરી રહી છે જેમાં ગેરકાયદે ખનીજ પરિવહન કરતા ૧.૧૦ કરોડની કિમતના ચાર વાહનો કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

વાંકાનેર તાલુકા પીઆઈ બી વી પટેલ અને પીએસઆઈ ડી વી ખાંભલાની ટીમ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતા તેમજ ઓવરલોડ ખનીજ પરીવહન કરતા ચાર વાહનો જપ્ત કર્યા છે જેમાં ડમ્પર જીજે ૧૩ એએક્સ ૦૮૯૨ કીમત રૂ ૩૦ લાખ, ડમ્પર જીજે ૨૭ ટીડી ૨૪૦૬ કીમત રૂ ૩૦ લાખ, ટ્રક જીજે ૦૩ બીવાય ૪૬૯૪ કીમત રૂ ૨૫ લાખ અને ટ્રક જીજે ૧૧ વીવી ૯૬૧૮ કીમત રૂ ૨૫ લાખ મળીને કુલ રૂ ૧.૧૦ કરોડનો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

 

Leave A Reply

Your email address will not be published.