માળિયામાં ખનીજચોરી પર તબાહી, ખનીજ ભરેલા 10 ડમ્પર સહિત 2.64 કરોડનો મુદામાલ જપ્ત


માળિયા પંથકમાં બેરોકટોક ચાલતી ખનીજચોરી પર આજે રાજકોટ રેન્જની ટીમે રેડ કરી રેતી ભરેલા 10 ડમ્પર, હિટાચી મશીન સહિત 2.64 કરોડનો મુદામાલ કબ્જે લીધો છે


રેન્જ આઈ જી.નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા ઇસમોને શોધી કાઢી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી જેને પગલે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે મોરબી જિલ્લાના માળીયા વિસ્તારના માળીયા-જામનગર હાઇ-વે પરના સરવડ ગામ પાસેથી ગેરકાયદેસર ખનીજ (રેતી) ભરેલા ડમ્પર કુલ – ૧૦ જેમાં ડ્રાઇવર ભાવેશભાઇ પાંચાભાઇ સોલંકી માલીક- પ્રતિકભાઇ દલીપભાઇ ચાદરા રહે. બંન્ને જામનગરના ડમ્પરમાં ૪૫ ટન રેતી મળી કિમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ છે. (2) ડ્રાઇવર જુનેશભાઇ સુમારભાઇ ખીચડી રહે.જોડીયા માલીક- ભાવીનસિહ દસુભા જાડેજા રહે. હાડાટોડાના ડમ્પરમાં ૪૯ ટન રેતી મળી કિમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (3) ડ્રાઇવર કરણ રહે.ધ્રોલ જામનગર માલીક- ભાવીનસિહ દસુભા જાડેજા રહે. હાડાટોડા ના ડમ્પરમાં ૪૮ ટન રેતી મળી કિમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ છે. (4) ડ્રાઇવર મહેશસિહ રણજીતસિહ પરમાર જામનગર માલીક- પરીશ્રમ એન્ટરપ્રાઇઝ જામનગરના ડમ્પરમાં ૫૧ ટન રેતી મળી કિમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (5) ડ્રાઇવર હારુનભાઇ અબ્દુલભાઇ છેર જામનગર માલીક- રાજુભાઇ પટેલના ડમ્પરમાં ૧૯ ટન રેતી મળી કિમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ છે. (6) ડ્રાઇવર કલ્પેશભાઇ ડાયાભાઇ કટેસીયા જામનગર માલીક- ઇશ્વરભાઇ જેઠાલાલ કટેસીયા રહે.જામનગરના ડમ્પરમાં ૪૯ ટન રેતી મળી કિમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ છે. (7) ડ્રાઇવર લાલજીભાઇ ગોરધનભાઇ પરમાર રહે. માથક માલીક- પીન્ટુભાઇ સીણાભાઇ ડાભી રહે.સુંદરીભવાનીના ડમ્પરમાં ૪૬ ટન રેતી મળી કિમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ છે. (8) ડ્રાઇવર નીજામ હબીબભાઇ સમા રહે.જામનગર માલીક નરેન્દ્રસિહ કુવરસિહ ચાવડા રહે.જામનગરના ડમ્પરમાં ૬૦ ટન રેતી મળી કિમત રૂપિયા ૨૫,૦૦, ૦૦૦ ગણી કબ્જે કરેલ છે. (9) ડ્રાઇવર રજાક સુભાનભાઇ જેડા રહે. મોરબી માલીક- રુત્વીક અમુભાઇ ખીમાનીયા મોરબીના ડમ્પરમાં ૪૬ ટન રેતી મળી કિમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ છે. (10) ડ્રાઇવર આવેશ હારીનભાઇ જામ રહે.માળીયા માલીક- અજય રમેશભાઇ મીયાત્રા રહે.મોરબીના ડમ્પરમાં ૪૩ ટન રેતી મળી કિમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ છે
તેમજ માળીયા મી.ના હરીપર ગામે મચ્છુ નદીના કાંઠેથી કેટલાક શખ્સો ગેરકાયદેસર (રેતી) નુ ખનન કરતા હોય જે જગ્યાએ તપાસ કરી ખાણ-ખનીજના અધિકારી સાથે રેઇડ કરતા એક હીટાચી મસીન કિમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦ તથા બે (ર) હુડકા (બોટ) કિમત રૂપિયા ૪, ૦૦, ૦૦૦ મળી કુલ કિમત રૂપિયા ૨, ૬૪, ૦૦,૦૦૦ નો મુદ્દામાલ સીઝ કરી ખાણખનીજના અધિકારીઓ દ્રારા આગળની કાયદેસરના દંડની કાર્યવાહી માટે માળિયા (મી.) પોલીસ મથકને મુદામાલ સોંપવામાં આવ્યો છે


