ટંકારાના લખધીરગઢ ગામે ત્રણ દિવસીય આન્ત્રાપ્રિન્યોરશીપ ગ્રોથ પ્રોગામ યોજાયો

 

RAMP યોજના અંતર્ગત ટંકારા તાલુકાના લખધીરગઢ ગામ ખાતે તા. 11 થી 13 મે 2026 દરમિયાન ત્રણ દિવસીય આંત્રપ્રિન્યોરશિપ ગ્રોથ પ્રોગ્રામ સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન, (EDII), અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું તથા તેને ગુજરાત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયનો સહયોગ પ્રાપ્ત થયો હતો।

RAMP યોજના (સૂક્ષ્મઅનેનાનાઉદ્યોગો (MSEs) ના ઔપચારિકરણ માટે માઇક્રો- ઇન્ક્યુબેશન) MSME ક્ષેત્રને મજબૂત બનાવવા માટે રચાયેલ મહત્વપૂર્ણ યોજના છે, જેનો મુખ્ય હેતુ નાણાકીય સહાય, બજાર જોડાણ, ટેક્નોલોજી અપનાવટ અને સંસ્થાગત સહયોગ દ્વારા ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે।

આ ત્રણ દિવસીય કાર્યક્રમનું ડિઝાઇન અને માર્ગદર્શન હેતલ પાઠક, સ્ટેટ આંત્રપ્રિન્યોરશિપ લીડ, EDII દ્વારા આપવામાં આવ્યું હતું તથા જિલ્લા સંયોજક ચંદ્રેશ રાઠોડ દ્વારા કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું હતું। તાલીમ દરમિયાન ઉદ્યોગ સાહસિકોને વ્યવસાય સંચાલન, નાણાકીય શિસ્ત, હિસાબી વ્યવસ્થા, કિંમત નિર્ધારણ અને Khatabook, Ok Credit, BharatPe અને Vyapar જેવી ડિજિટલ ટૂલ્સ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।

ઉદ્યોગ સાહસિકોએ માર્કેટિંગ વ્યૂહ રચનાઓ, બ્રાન્ડિંગ, ગ્રાહક વિકાસ અને WhatsApp  Business, Instagram તથા Facebook મારફતે ડિજિટલ પ્રચાર અંગે  માહિતી મેળવી હતી।GeM, ONDC, પ્રદર્શન મેળાઓ અને સ્થાનિક બજારો દ્વારા ઉપલબ્ધ બજાર તકો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

ઉદ્યોગસાહસિકોનેઉદ્યમરજિસ્ટ્રેશન, GST, FSSAI, લોનમેળવવાનીતૈયારી, બેન્કિંગ પ્રક્રિયા તથા  MUDRA, VBY, PMFME જેવી સરકારી યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી।ઉપરાંત, ભાગ લેનારોએ બિઝનેસ પ્લાન તૈયાર કરવાની પ્રક્રિયા અને વ્યવસાય વિસ્તરણ માટે નાણાકીય અંદાજ અંગે પ્રાયોગિક સમજ પ્રાપ્ત કરી હતી।

 

Leave A Reply

Your email address will not be published.