ટંકારા નજીક કારની ઠોકરે બાક ચાલક યુવાનને ઈજા પહોંચી

 

મોરબીના રોહીદાસપરામાં રહેતો યુવાન પડધરી તાલુકાના ખીજડીયા ગામે પત્નીને તેડવા જતો હતો ત્યારે ટંકારા નજીક કાર ચાલકે બાઈકને ઠોકર મારતા યુવાનને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેકચર ઈજા પહોંચી હતી

 

રોહીદાસપરાના રહેવાસી લાલજીભાઈ ગલાભાઈ ચૌહાણ (ઉ.વ.૬૧) વાળાએ કાર જીજે ૩૬ એઆર ૪૮૬૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના દીકરા નંદકુંવર બીક જીજે ૩૬ એઈ ૭૯૬૯ લઈને પત્નીને તેડવા પડધરી તાલુકાના ખીજડીયા ગામે જતો હતો ત્યારે ટંકારા નજીક કાર ચાલકે ઓચિંતો વણાંક લઈને ફરિયાદીના દીકરાના મોટરસાયકલને ટક્કર મારી હતી જે અકસ્માતમાં નંદકુંવરને માથાના ભાગે ગંભીર ઈજા અને ડાબા પગમાં ફ્રેકચર ઈજા કરી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.