કચ્છ લોકસભા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ૪ : ૧૦ માં દિવસે ૨૪ ટીમોએ ભાગ લીધો

 

કચ્છ લોકસભા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ૪ માં દસમાં દિવસની મેચમાં ૨૪ ટીમોએ ભાગ લીધો હતો તેમ સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું

 

ભુજના જ્યુબીલી ગ્રાઉન્ડમાં કચ્છ લોકસભા અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ૪ માં ૧૦ માં દિવસે ૧૨ ટીમો અને મીરઝાપર ખાતે ૧૨ ટીમો વચ્ચે મેચો રમાઈ હતી કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે ખેલ રસિકો પણ ઉપસ્થિત રહીને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે જીલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે ૪૦૦ થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે

 

દસમાં દિવસની જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ ઓધવ સ્ટાર્સ ભુજ અને જદુરા ઈલેવન વચ્ચે તેમજ બીજી મેચ પાવર હીટર ભુજ અને વિશ્વકર્મા ઈલેવન આદિપુર, ત્રીજી મેચ બ્લુ ડાયમંડ ઈલેવન ખોખરા અને અરમાન ઓટો ઈલેવન ભુજ વચ્ચે રમાઈ હતી

 

Leave A Reply

Your email address will not be published.