મોરબીના જેલ રોડ પર દારૂ પીને મંદિરે નહિ આવવાનું કહેતા ટાઈલ્સના ટુકાનો ઘા કરી ઈજા

 

મોરબીના જેલ રોડ પર દારૂ પીને મંદિરે નહિ આવવાનું કહેતા બે ઇસમોએ યુવાનને છાતીના ભાગે ટાઈલ્સના ટુકડાનો ઘા કરી છાતીમાં ઈજા કરી તેમજ પટ્ટો મારી માથામાં લોહી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

 

મોરબીના જેલ રોડ પર રહેતા નરેશ ઉર્ફે નીલેશ ધનજી ઉર્ફે કાળુભાઈ મકવાણા (ઉ.વ.૨૩) આરોપીઓ પભી અને ભરત રહે બંને જેલ રોડ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ ફરિયાદીના ઘર પાસે આવેલ હનુમાનજી મંદિર પાસે અવારનવાર દારૂ પીને આવતા હોવાથી ગત ત. ૧૨ ના રાત્રીના દસેક વાગ્યે મંદિર પાસે દારૂ પીધેલ હાલતમાં આવતા ફરિયાદી અને તેના મિત્રએ દારૂ પીને આવવાની ના પાડી હતી જેથી બંને ઇસમોએ બોલાચાલી કરી ગાળો બોલી પભીએ ફરિયાદીને છાતીના ભાગે ટાઈલ્સના ટુકડાનો છૂટો ઘા કરી છાતીમાં લગાડી તેમજ વાસા અને માથામાં પટ્ટો મારી માથામાં લોહી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.