માળિયા હાઈવે પર હોટેલ ગ્રાઉન્ડમાં બઘડાટી બોલી ગઈ, પાંચ ઈસમો વિરુદ્ધ ફરિયાદ

 

માળિયા હાઈવે પર આવેલી વિશાલા હોટેલના ગ્રાઉન્ડમાં પાંચ ઇસમોએ અગાઉની બોલાચાલીનું મનદુઃખ રાખી એક યુવાન પાછળ ગાડી દોદડી હોટેલ ગ્રાઉન્ડમાં ઉભેલા ફરિયાદીને પછાડી દઈને ઈજા કરી હતી તેમજ મારામારી થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

 

માળિયાના વાડા વિસ્તારના રહેવાસી રફીક કાદર જેડા (ઉ.વ.૨૬) વાળાએ આરોપીઓ મોશીન નુરાલીભાઈ મોવર, ફારૂક નુરાલીભાઈ મોવર, નુરાલી આમદ મોવર, વિરમ નુરાલી મોવ્ર અને નવાજ ડાડા મોવર રહે બધા માળિયા ત્રણ રસ્તા પાસે તા. માળિયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને આરોપી મોશીન સાથે અગાઉ સામસામે ગાડી આવી જવા બાબતે બોલાચાલી થયાનું મનદુઃખ રાખી ફરિયાદી તેના મિત્રો સાથે વિશાલા હોટેલ ચા પીવા ગયો ત્યારે મોશીન ક્રેટા કાર જીજે ૩૬ એએફ ૨૦૨૯ લઈને આવ્યો હતો અને ઝઘડો કરી ગાળો બોલી આરોપી ફારૂક ઠાર ગાડી જીજે ૩૬ એસી ૪૭૧૦ લઈને આવી ફરિયાદીની સ્કોર્પીઓ ગાડીમાંથી નીચે ઉતરી ગ્રાઉન્ડમાં ઉતર્યો હતો

 

ત્યારે ફરિયાદી સાથે રહેલ નવાબ બીકને લીધે સ્કોર્પીઓ ગાડી લઈને ભાગતા આરોપી ફારૂક પોતાની ઠાર ગાડી બેદરકારીથી ચલાવી નવાબની સ્કોર્પીઓ પાછળ કરતા ફરિયાદી હોટેલ ગ્રાઉન્ડમાં ઉભો હતો જેને હડફેટે લઈને પછાડી દઈને ફ્રેકચર જેવી ઈજા કરી હતી તેમજ આરોપી નુરાઅલીએ ફરિયાદી રફીકને ગાળો આપી નવાબ ગાડી મૂકી ભાગી જતા આરોપી ફારૂકે પોતાની થાર ગાડી રીવેશમાં લઈને સ્કોર્પીઓ ગાડીના આગળના ભાગે ભટકાડી કારમાં નુકશાન કર્યું હતું તેમજ ફરિયાદીના કાકા ઈસ્માઈલભાઈ વાડીએ આરોપીઓ ગાડીમાં ધોકા, છરી અને ધારિયા જેવા હથિયાર સાથે નવાબને મારવા જઈને ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.