કચ્છ લોકસભા-સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ૪

 

કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છ ડે નૈત સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ ડીઝન ૪ આયોજિત કરવામાં આવી છે જેના સૌજન્ય સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજક કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું છે કે ટુર્નામેન્ટમાં કચ્છ-મોરબી અને માળિયા લોકસભા ક્ષેત્રમાં આવતા ખેલાડીઓ ભાગ લેશે

 

જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે તા. ૦૩ ના રોજ સાંજે ૬ કલાકથી પ્રારંભ થતી ટુર્નામેન્ટ ૨ માસથી વધુ સમય સુધી ચાલશે જેમાં ૪૦૦ થી વધુ ટીમો ભાગ લેશે કાર્યક્રમમાં કચ્છ જીલ્લાના જન પ્રતિનિધિઓ, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડશે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખેલ રસિકોને ટુર્નામેન્ટ દરમિયાન ઉપસ્થિત રહેવા સાંસદ વિનોદભાઈ ચાવડા અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટે જણાવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.