મોરબી : ઉમિયા ધામ સીદસરના ઉપપ્રમુખની સરકાર સાથે મીટીંગ, ખેડૂત આગેવાનોએ સત્તાવાર માહિતી ના હોવાનું જણાવ્યું

 

પાટીદાર સમાજની સંસ્થા ઉમિયા ધામ સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા સહિતના અગ્રણીઓએ સરકાર સાથે મીટીંગ કરી હતી અને ખેડૂતોના ૨૪ પૈકી ૨૧ મુદે સરકારે હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવ્યું હતું અને બાકીના ત્રણ મુદે ચર્ચા ચાલી રહી છે તેવા નિવેદનના જવાબમાં જેતપર ખેડૂત આંદોલન સમિતિ દ્વારા કોઈ સત્તાવાર માહિતી નથી અને આગામી મીટીંગમાં રૂબરૂ મળીએ ત્યારે જ સાચી માહિતી પ્રાપ્ત થશે તેમ જણાવ્યું હતું

ઉમિયાધામ સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયાએ સરકાર અને ખેડૂતો વચ્ચે મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી છે ખેડૂતોની ૨૪ જેટલી માંગણીઓ હતી જેમાં ઉર્જા મંત્રી અને કૃષિ મંત્રી સાથે બેઠકમાં ૨૪ માંથી ૨૧ મુદાઓનું નિરાકરણ આવી ગયાનું જણાવ્યું હતું બાકીના ત્રણ મુદાઓ અંગે પણ સરકાર હકારાત્મક વલણ દાખવી ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે તેવી વાતો વચ્ચે મોરબી જેતપર આંદોલન સમિતિના ખેડૂતો આ બાબતથી અજાણ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

જે મામલે ખેડૂત આંદોલન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર સાથે ૨૪ મુદાઓને લઈને મીટીંગ થઇ છે અને મુદા સર ચર્ચા કરવામાં આવી હતી ઋષિકેશ પટેલ અને જીતું વાઘાણીએ ખેડૂતોની માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી હતી અને ફરીથી મીટીંગમાં બોલાવશે તેમ જણાવ્યું હતું હાલ પાટીદાર સંસ્થાએ મીટીંગ કરી મધ્યસ્થ કરી ૨૪ માંથી ૨૧ માંગ સ્વીકારી હકારાત્મક વલણ અપનાવ્યું હોવાની વાતો વચ્ચે આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી મીટીંગમાં જાય ત્યારે નવો પરિપત્ર આપે છે કે શું તેના પરથી ખ્યાલ આવી જશે મીટીંગ બોલાવશે તે નક્કી છે બાકી મુદાઓ અંગે હાલ કોઈ માહિતી ના હોવાનું જણાવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.