રાજકોટ ડિવિઝનમાં ડબલિંગ કામગીરીના કારણે 4 નવેમ્બર સુધી રેલ વ્યવહાર પ્રભાવિત રહેશે

 

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના જામવંથલી–અલિયાબાડા રેલ સેક્શન પર ડબલિંગ (બેવડી લાઇન) કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ કામગીરીના કારણે 24 ઓક્ટોબર 2026 થી 4 નવેમ્બર 2026 સુધી કેટલીક પેસેન્જર ટ્રેનોનું સંચાલન પ્રભાવિત રહેશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

 

રદ કરાયેલી ટ્રેનો:

 

મુસાફરી શરૂ થવાની તારીખ મુજબ નીચે મુજબની ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે:

* ટ્રેન નંબર 59552, ઓખા–રાજકોટ લોકલ 24 ઓક્ટોબર થી 4 નવેમ્બર 2026 સુધી રદ રહેશે.

* ટ્રેન નંબર 59551, રાજકોટ–ઓખા લોકલ 24 ઓક્ટોબર થી 4 નવેમ્બર 2026 સુધી રદ રહેશે.

* ટ્રેન નંબર 19252, ઓખા–વેરાવળ એક્સપ્રેસ 28 ઓક્ટોબર થી 4 નવેમ્બર 2026 સુધી રદ રહેશે.

* ટ્રેન નંબર 19251, વેરાવળ–ઓખા એક્સપ્રેસ 28 ઓક્ટોબર થી 4 નવેમ્બર 2026 સુધી રદ રહેશે.

 

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

 

* ટ્રેન નં. 19209 ભાવનગર–ઓખા એક્સપ્રેસ 24.10.2026 થી 03.11.2026 સુધી ભાવનગર થી રાજકોટ સુધી જ દોડાવવામાં આવશે. આમ આ ટ્રેન રાજકોટ–ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

* ટ્રેન નં. 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસ 25.10.2026 થી 04.11.2026 સુધી રાજકોટ થી ભાવનગર સુધી દોડાવવામાં આવશે. આમ આ ટ્રેન ઓખા–રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

* ટ્રેન નં. 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 28.10.2026 થી 04.11.2026 સુધી વડોદરા થી રાજકોટ સુધી જ દોડાવવામાં આવશે. આમ આ ટ્રેન રાજકોટ–જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

* ટ્રેન નં. 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 29.10.2026 થી 05.11.2026 સુધી રાજકોટ થી વડોદરા સુધી દોડાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર–રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

 

રીશિડ્યુલ કરાયેલી ટ્રેનો:

 

* ટ્રેન નં. 22969 ઓખા–બનારસ એક્સપ્રેસ 29.10.2026 ના રોજ ઓખા થી તેના નિર્ધારિત પ્રસ્થાન સમય 14:05 કલાકના બદલે 1 કલાક 55 મિનિટ મોડી એટલે કે 16:00 કલાકે રવાના થવા માટે રીશિડ્યુલ કરવામાં આવી છે.

* ટ્રેન નંબર 22926 ઓખા–સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 30.10.2026 ના રોજ ઓખા થી તેના નિર્ધારિત પ્રસ્થાન સમય 16:45 કલાકના બદલે 1 કલાક 30 મિનિટ મોડી એટલે કે 18:15 કલાકે ઉપડવા માટે રીશિડ્યુલ કરવામાં આવી છે.

* ટ્રેન નંબર 22926 ઓખા–સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 02.11.2026 ના રોજ ઓખા થી તેના નિર્ધારિત સમય 16:45 કલાકના બદલે 2 કલાક 10 મિનિટ મોડી એટલે કે 18:55 કલાકે ઉપડવા માટે રીશિડ્યુલ કરવામાં આવી છે.

* ટ્રેન નંબર 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 2 નવેમ્બર 2026 ના રોજ હાપા થી તેના નિર્ધારિત પ્રસ્થાન સમય 20:05 કલાકના બદલે 1 કલાક 20 મિનિટ મોડી એટલે કે 21:25 કલાકે પ્રસ્થાન કરશે.

 

માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો:

 

* ટ્રેન નંબર 22926, ઓખા–સાબરમતી વંદે ભારત એક્સપ્રેસને 24, 25, 26, 28, 29, 31 ઓક્ટોબર તેમજ 1 નવેમ્બર 2026 ના રોજ માર્ગમાં 45 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

* 25.10.2026 ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા થી ઉપડતી ટ્રેન નં. 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા–જામનગર એક્સપ્રેસને માર્ગમાં 1 કલાક 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

* 01.11.2026 ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા થી ઉપડતી ટ્રેન નં. 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા–જામનગર એક્સપ્રેસને માર્ગમાં 4 કલાક 10 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

* 26.10.2026 ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા થી ઉપડતી ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા–હાપા એક્સપ્રેસને માર્ગમાં 1 કલાક 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

* 26.10.2026 ના રોજ ગુવાહાટી થી ઉપડતી ટ્રેન નં. 15636 ગુવાહાટી–ઓખા એક્સપ્રેસને માર્ગમાં 55 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

* 30.10.2026 ના રોજ ટ્રેન નં. 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપા થી તેના નિર્ધારિત સમય કરતાં 35 મિનિટ મોડી પ્રસ્થાન કરશે.

* 28.10.2026 ના રોજ સિકંદરાબાદ થી ઉપડતી ટ્રેન નં. 20967 સિકંદરાબાદ–પોરબંદર એક્સપ્રેસને માર્ગમાં 2 કલાક 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

* 30 ઓક્ટોબર 2026 ના રોજ જામનગર થી ઉપડતી ટ્રેન નંબર 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગર થી તેના નિર્ધારિત સમય કરતાં 25 મિનિટ મોડી રવાના થશે.

* 24 ઓક્ટોબર 2026 ના રોજ ઓખા થી ઉપડતી ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખા થી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે.

Leave A Reply

Your email address will not be published.