મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબી કમલમ કાર્યાલય પહોંચ્યા, સૌરાષ્ટ્ર ઝોનની મીટીંગ

 

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે બપોરે મોરબી આવી પહોંચ્યા છે મોરબીમાં વિવિધ સ્થળોએ આજે તેઓ હાજરી આપવાના છે જે કાર્યક્રમની શરૂઆત મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય કમલમથી શરુ કરવામાં આવી છે કમલમ ખાતે મુખ્યમંત્રી આવી પહોંચ્યા છે જ્યાં સૌરાષ્ટ્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સૌરાષ્ટ્રના જીલ્લા પ્રમુખ, પ્રભારી સહિતના આગેવાનો સાથે મીટીંગ શરુ થઇ છે

 

રાજ્યના મુખ્યમંત્રી ઉપરાંત બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી, મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, રીવાબા જાડેજા, કાન્તિલાલ અમૃતિયા, ત્રિકમભાઈ છાંગા, પ્રફુલભાઈ પાનસેરીયા, જીતુભાઈ વાઘાણી, સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા છે બેઠકમાં સંગઠન સંબંધિત વિવિધ મુદે ચર્ચા કરવામાં આવશે અને આગામી વર્ષે વિધાનસભા ચુંટણી યોજાનાર છે જેથી સંભવિત ચુંટણી તૈયારીઓમાં લાગી જવા પ્રતિનિધિઓ અને સંગઠન આગેવાનોને તેઓ પ્રોત્સાહિત કરશે

 

Leave A Reply

Your email address will not be published.