મોરબીમાં સમરસ યુવા સંગઠન દ્વારા રબારી સમાજનું મહાસંમેલનમાં સામાજિક બંધારણ તૈયાર

 

સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ સમરસ યુવા સંગઠન દ્વારા આજે મોરબીના લીલાપર કેનાલ રોડ પર રબારી સમાજ મહાસંમેલન યોજાયું હતું જેમાં રબારી સમાજનું સામાજિક બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું જે બંધારણની અમલવારી સમાજે કરવાની રહેશે

 

રબારી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે રબારી સમાજ મહાસંમેલન યોજાયું હતું જેમાં સમાજનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે મચ્છુ કાંઠા રબારી સમાજના સામાજિક બંધારણના નિયમોની વાત કરીએ તો દીકરા-દીકરીની સગાઇ કરતી વખતે લેતીદેતીની પ્રથામાં રોકડ રકમ વધુમાં વધુ ૩ લાખ અને ઘરેણા વધુમાં વધુ ૭ તોલા લઇ શકાશે જે નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે જેમાં ૩ લાખથી વધુ રૂપિયા લીધા હશે તો તમામ રૂપિયા નાતના સામાજિક કાર્યમાં આપવાના રહેશે અને બાદમાં બંને પક્ષે રૂ ૧-૧ લાખ દંડ ચૂકવવાનો રહેશે

 

સગાઇ પછી જલના પ્રસંગમાં વધુમાં વધુ રૂ ૫૦૦ જ આપવા અન્ય હરખ પ્રથા સંપૂર્ણ બંધ રહેશે જલ પછી કપડા લઈને જાય ત્યારે માત્ર ત્રણ જોડી કપડા, સાંકળા અને દાણો જ આપવો અન્ય કાઈ નહી જે બંને નિયમ ભંગ બદલ બંને પક્ષે રૂ ૧૧,૦૦૦ દંડ ચૂકવવાનો રહેશે ચુંદડી પ્રસંગમાં શકણરૂપે માત્ર ત્રણ જોડી કપડા, સાંકળા અને દાણો આપવો જે નિયમ ભંગ બદલ બંને પક્ષે રૂ ૨૧ હજાર દંડ ચૂકવવાનો રહેશે

 

લગ્ન લખે ત્યારે દીકરી પક્ષેથી વધુમાં વધુ ૭ વ્યક્તિએ જવું અને દીકરા પક્ષે અન્ય સગા વ્હાલાઓ તેડાવવા નહિ નેહડાનો જમણવાર કરવો નહિ માત્ર ભાયું કુટુંબ પુરતો જમણવાર રાખવો જે નિયમ ભંગ બદલ રૂ ૧૧,૦૦૦ દંડ ચૂકવવાનો રહેશે લગ્નમાં છાબની ખરીદી માટે વધુમાં વધુ રૂ ૫૧,૦૦૦ રોકડા આપી દેવા નિયમ ભંગ બદલ બંને પક્ષે અલગ અલગ રૂ ૫૦,૦૦૦ દંડ ચૂકવવાનો રહેશે લગ્નના મામેરામાં સગા મામા-માસીને જ પહેરામણી આપવી દેરાણી જેઠાનીના મામેરા સદંતર બંધ, વળતર પ્રથા પર પ્રતિબંધ જે નિયમ ભંગ કરનાર માંમેરીયા અને ધરઘણી એમ બંને પક્ષે રૂ ૧૧,૦૦૦ દંડ માતાજીના માંડવામાં વેવાર પ્રથા સદંતર બંધ નિયમ ભંગ બદલ રૂ ૫૧,૦૦૦ દંડ ભરપાઈ કરવાનો રહેશે

 

તેમજ વસ્તુપૂજન અને હવન સહિતના નાના પ્રસંગોમાં માત્ર સાસરિયાઓનો જ વેવાર લેવો અન્ય કોઈપણ સગા વ્હાલાઓને વેવાર લેવો નહિ સાસરિયા સિવાય કોઈનો પણ વેવાર લેશે તો રૂ ૧૧,૦૦૦ દંડ ભરપાઈ કરવાનો રહેશે મરણ પ્રસંગે લૌકિક વાર ત્રણ જ રાખવા અને પાણી ઢોર પછી કોઈએ લૌકીકે જવું નહિ મરણ પ્રસંગે મહિલાઓએ કોટ કણ કરવી નહિ (સદંતર પ્રતિબંધ) દાળામાં બને ત્યાં સુધી સાદું ભોજન રાખવાનો આગ્રહ રાખવો શ્રાદ્ધ તેમજ રખ પાંચમની વિધિમાં કુટુંબ અને બહેન દીકરીઓ સિવાય અન્ય કોઈ સગા વ્હાલાઓ તેડાવવા નહિ

 

Leave A Reply

Your email address will not be published.