મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના કહેતા દીકરા વહુએ સાસુને માર માર્યો

 

ઘૂટું ગામમાં વૃદ્ધ સાસુને ઓપરેશન બાદ દુખાવો રહેતો હોવાથી વાસણ માંજવાની ના કહી હતી જેથી દીકરા વહુએ સાસુ સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હાથમાં ફ્રેકચર કરવાના ઈરાદે હાથ મરડી ફ્રેકચર ઈજા કરી હતી પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે

 

મોરબીના ઘૂટું ગામે પંચવટી સોસાયટીના રહેવાસી ગૌરીબેન અમૃતલાલ સોરીયા (ઉ.વ.૬૭) વાળાએ આરોપી ભાવનાબેન પ્રશાંતભાઈ સોરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે પાંચેક વર્ષ પૂર્વે ફરિયાદી ગૌરીબેનને કમરના ભાગે ગોળાનું ઓપરેશન કરેલ હોવાથી દુખાવો રહે છે અને આરોપી ભાવનાબેન જે દીકરા વહુ થતી હોય ગત તા ૧૦ ના રોજ સવારના વાસણ માંજવાનું કહ્યું હતું જેથી ફરિયાદી સાસુ ગૌરીબેને વાસણ માંજવાની ના કહેતા બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હાથ મરડી નાખી ફ્રેકચર ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.