માળિયા-વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત


માળિયાના માણાબા ગામના પાટિયે હાર્ટ એટેકથી આધેડનું મોત


માણાબા ગામના પાટિયા પાસે ૪૫ વર્ષીય આધેડ બેભાન થયા બાદ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં આધેડનું મોત થયું હતું હૃદય બેસી જતા મોત થયાનું પોલીસ મથકેથી જાણવા મળ્યું છે
માળિયા તાલુકાના ખાખરેચી ગામના રહેવાસી મનસુખભાઈ ભીખાભાઈ પરમાર (ઉ.વ.૪૫) નામના આધેડ ગત તા. ૧૩ ના રોજ સવારે માણાબા ગામના પાટિયા પાસે પેટ્રોલ પંપ પાસે બેભાન થઇ જતા સારવાર માટે માળિયા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા અને પીએમ કરતા હાર્ટ એટેકથી આધેડનું મોત થયાનું ખુલ્યું છે માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
વાંકાનેરના સરતાનપર રોડ પર વીજશોકથી શ્રમિકનું મોત, અન્ય એકને ઈજા
સરતાનપર રોડ પરના કારખાનામાં કામ કરતા શ્રમિકને વીજશોક લાગતા તેની સાથે કામ કરતા એક વ્યક્તિ બચાવવા જતા તેને પણ શોટ લાગ્યો હતો અને બંનેને સારવાર માટે ખસેડતા એક શ્રમિકનું મોત થયું હતું
મૂળ ઓરિસ્સાના વતની હાલ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ લેજોરા સિરામિકમાં રહીને કામ કરતા બીરેન્દ્ર જુધીષ્ઠીર છતરીયા (ઉ.વ.૪૧) નામના યુવાનને અકસ્માતે શોટ લાગતા તેની સાથે કામ કરતા પ્રિન્સ મિશ્રા બચાવવા જતા તેને પણ શોટ લાગતા બંને બેભાન થઇ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં બિરેન્દ્રભાઈનું મોત થયું હતું અને પ્રિન્સ મિશ્રાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેરના માટેલ રોડ પર ટ્રક ચાલકનું હાર્ટ એટેકથી મોત
માટેલ રોડ પરની ફેકટરીમાં ટ્રક ખાલી કરવા આવેલા ટ્રક ચાલકને હાર્ટ એટેક આવતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે તપાસ હાથ ધરી છે
રાજસ્થાનના વતની હાલ વાંકાનેરના ભાયાતી જાંબુડિયા પાસે પદ્માવતી ટ્રાન્સપોર્ટમાં રહેતા વિજેન્દ્રસિંહ જ્ઞાનસિંહ રાજપૂત (ઉ.વ.૩૨) નામના ટ્રક ચાલક માટેલ રોડ પર બોન્જા સિરામિકમાં ટ્રક ખાલી કરવા આવ્યો હતો અને પાર્કિંગમાં ટ્રક રાખી બેઠો હતો ત્યારે હાર્ટ એટેક આવતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે