



હળવદ પોલીસ મથકમાં નવેમ્બર ૨૦૨૫ માં જમીન કોભાંડની ફરિયાદ નોંધાઈ હતી જે જમીન કોભાંડ ગુનામાં પોલીસે વધુ એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
હળવદ પોલીસ સ્ટેશનમાં તા. ૦૮-૧૧-૨૫ ન રોજ હળવદ મામલતદાર દ્વારા સરકાર તરફે કુલ ૯ આરોપીઓ વિરુદ્ધ જમીન કોભાંડ ફરિયાદ નોંધાઈ હતી હળવદ તાલુકાના કોય્બા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામે સરકારના અલગ અલગ જમીનનું રેવન્યુ રેકોર્ડ ખોટું બનાવી પોતાના નામે કરાવી લીધાની ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી હતી જે જમીન કોભાંડ ગુનામાં ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવી બનાવી સરકારની જમીન પોતાને નામે કરનાર આરોપી બીજલ અમરશી ઝેઝરીયા રહે અભેપર તા. થાનગઢ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે