

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં રાહદારી આધેડને ઠોકર મારી મોત નીપજાવી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે


મોરબીના રફાળેશ્વર ગામે રહેતા મનીષભાઈ લાભુભાઈ રૂદાતલા (ઉ.વ.૨૪) વાળાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦ ના રાત્રીના સાડા આઠેક વાગ્યે ફરિયાદીના પિતા લાભુભાઈ રૂદાતલા મોરબી વાંકાનેર હાઈવે પર બાપા સીતારામ મઢુલી સામે ચાલીને રોડ ક્રોસ કરતા હોય ત્યારે અજાણ્યા વાહનચાલકે ઠોકર મારી માથા અને શરીરે ગંભીર ઇજ પહોંચાડી મોત નીપજાવ્યું હતું અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર પોતાનું વાહન લઈને નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે