માળીયા મીંયાણામાં  ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો 

 

મોરબી જિલ્લામાં નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા માટે પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની ટીમને એક મોટી સફળતા મળી છે. પોલીસે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી કિશન નાનજીભાઇ દેલવાણીયા (દેવીપુજક), જે સરવડ ગામનો રહેવાસી છે, તે હાલમાં મોરબી મચ્છુ નદીના કાંઠે ભીમસર વિસ્તારમાં હાજર છે. આ ચોક્કસ માહિતીના આધારે પોલીસે ત્વરિત તપાસ કરીને ૩૦ વર્ષીય આરોપી કિશન દેલવાણીયાને ભીમસર વિસ્તારમાંથી હસ્તગત કર્યો હતો. મજકૂર આરોપી વ્યવસાયે મજૂરી કામ કરે છે. હાલમાં આ આરોપીને પકડીને આગળની જરૂરી કાર્યવાહી માટે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

 

Leave A Reply

Your email address will not be published.