24 મેની ગાંધીનગર–વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી 1 કલાક 40 મિનિટ મોડી ઉપડશે


મુસાફરોની સુવિધા અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી રાજકોટ ડિવિઝનના કેસરિયા રોડ – લખતર રેલ સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 24 પર આવેલા રેલ અંડર બ્રિજ (RUB) ના ગર્ડર ડી-લોન્ચિંગની કામગીરી કરવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ મહત્વપૂર્ણ કામગીરીને સુરક્ષિત રીતે પૂર્ણ કરવા માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ગાંધીનગર–વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ પ્રભાવિત થશે. 24 મે, 2026 ની ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ રિ-શેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ગાંધીનગર કેપિટલથી તેના નિર્ધારિત સમય સવારે 10.20 વાગ્યાના બદલે 1 કલાક 40 મિનિટ મોડી એટલે કે બપોરે 12.00 વાગ્યે રવાના થશે.
રેલ પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. મુસાફરોને પડેલી અસુવિધા માટે ખેદ છે. મુસાફરો વધુ માહિતી માટે IRCTC ની સત્તાવાર વેબસાઇટ અને NTES એપ પરથી અદ્યતન માહિતી મેળવી શકે છે.