

વજેપર ગામ સમસ્તના ટ્રસ્ટ વજેપર હિતેચ્છુ મંડળ ટ્રસ્ટના આગેવાનોએ છેલ્લા સાત આઠ વર્ષથી હિસાબ આપ્યો ના હોવાથી ગામ સમસ્તના લોકો એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો ટ્રસ્ટના પ્રમુખ ભાજપ કોર્પોરેટર ઘરે મળી આવ્યા ના હતા અને ટ્રસ્ટી પણ યોગ્ય જવાબો ના આપતો રોષ ભભૂકી રહ્યો છે ઉપવાસ આંદોલન શરુ કરી હિસાબ આપવાની માંગ કરવામાં આવી છે
વજેપર ગામ સમસ્ત દ્વારા મોરબી એ ડીવીઝન પોલીસ મથકના અધિકારીને લેખિત અરજી કરી જણાવ્યું છે કે તા. ૨૪-૧૦-૨૬ ના રોજ તમામ ગ્રામજનોએ ગામના ટ્રસ્ટ- વજેપર સતવારા હિતેચ્છુ મંડળ ટ્રસ્ટના હિસાબ બાબતે એકત્ર થયા હતા ચર્ચા થયા મુજબ ટ્રસ્ટી અને પ્રમુખ ગામને છેલ્લા ૭-૮ વર્ષથી હિસાબ આપ્યો નથી જેથી બધા લોકોએ ફોન કરીને બોલાવવાનું નક્કી કર્યું હતું પ્રમુખ અને ટ્રસ્ટીઓને ફોન કર્યા પરંતુ ફોન ઉઠાવતા નથી અને ફોન ઉઠાવ્યા તેને સરખો જવાબ આપ્યો ના હતો જેથી ગામના લોકો ટ્રસ્ટ પ્રમુખ રાજેશભાઈ કાનજીભાઈ ડાભી (ભાજપ કોર્પોરેટર) ના ઘરે ગયા હતા પરંતુ તે ઘરે હાજર ના હતા અને ટ્રસ્ટી નીતિનભાઈ દયાળજીભાઈ ડાભીના કાલિકા પ્લોટ ખાતેના નિવાસસ્થાને ગયા હતા જ્યાં તેના છોકરાઓ અને ટ્રસ્ટી નીતિનભાઈએ અહીંથી જતા રહો કોઈપણ હિસાબ કિતાબ દેવાનો થતો નથી તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો તમારાથી થાય તે કરી લો અને અહીંથી જાવ નહીતર ધોકા વાળી થશે તેવી ધમકી આપી હતી
ટ્રસ્ટ મંડળ હિસાબ નહિ આપતા ઉપવાસ આંદોલન શરુ
વજેપર ગામ સમસ્તના ટ્રસ્ટ દ્વારા હિસાબ આપવામાં આવતો નથી જેથી વજેપર ગામ એકતા ઉપવાસ આંદોલન શરુ કરવામાં આવ્યું છે અને પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે ગ્રામજનોની હિસાબ આપવાની એક જ માંગ છે ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે હાલ ભાજપના વોર્ડ નં ૧૩ ના કોર્પોરેટર રાજેશભાઈ ડાભી કાર્યરત છે જેઓ નથી કોઈના ફોન ઉઠાવતા કે નથી ઘરે હાજર મળતા તેવા આક્ષેપો સાથે વજેપર ગામ સમસ્ત દ્વારા ઉપવાસ આંદોલન શરુ કરવામાં આવ્યું છે
શું છે માંગણીઓ ?
વજેપર ગામ સતવારા હિતેચ્છુ મંડળ દ્વારા પ્રમુખ અને ટ્રસ્ટીઓ પાસે છેલ્લા ત્રણ વર્ષથી હિસાબ માંગે છે છતાં આજદિન સુધી પારદર્શક આવક જાવકનો હિસાબ આપવામાં આવ્યો નથી ગામ સમસ્ત દ્વારા પારદર્શક હિસાબ આપો, વર્ષ ૨૦૧૯ થી આવક-જાવકનો હિસાબ આપો તેવી માંગ કરવામાં આવી છે નવરાત્રી ગરબી મંડળની આવક, વાડીની આવક, વાઘા-ધજાની આવક ,ભૂમિ દાન કથાની આવક, અયોધ્યા ઉત્સવ ગામ જમણવારની આવક, મંદિર જીર્ણોધ્ધારને ૬ વર્ષ પૂર્ણ થતા ગામ જમણવારની આવક તેમજ કથા અને ગામ જમણવારની આવકના હિસાબ આપવાની માંગ કરવામાં આવી છે
હિસાબના વિવાદ મામલે ટ્રસ્ટના પ્રમુખનો જવાબ
જે મામલે ટ્રસ્ટના પ્રમુખ ડાભી રાજેશભાઈએ જણાવ્યું હતું કે વજેપર ગામમાં ટ્રસ્ટીઓ પાસે લોકોએ હિસાબની માંગ કરી હતી જે અંગે ગત રક્ષાબંધનના દિવસે હિસાબની મીટીંગ રાખી હતી પરંતુ અમુક લોકોને હિસાબ માન્ય નથી કહ્યું હતું અને બોલાચાલી થઇ હતી બાદમાં પણ મીટીંગ મળી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ના હતો ગત રાત્રીના રામજી મંદિર ચોકમાં અમુક લોકોએ ભાષણ કરી ઉશ્કેરણી કરી ટ્રસ્ટીઓને ટીંગા ટોળી કરી લઇ આવવાની વાત કરી હતી અને કોઈ વિવાદ ના થાય કે માથાકૂટ ના થાય માટે ટ્રસ્ટીઓએ સ્થળ પર ન જવાનો નિર્ણય લીધો હોત પોલીસ કેસ કરવાના હેતુથી પોલીસ સ્ટેસન પહોંચ્યું હતું અને પોલીસે ચેરીટી કચેરીમાં જવા જણાવ્યું હતું ચેરીટી કમિશ્નરમાં અરજી કરશે તેનો જવાબ કમિશ્નરને રજુ કરવામાં આવશે


