મોરબીમાં યોજાનાર કિસાન અધિકાર મહાપંચાયત માટે લંડનથી આર્થિક સહયોગ મળ્યો

 

વિવિધ મુદે લડત ચલાવતા ખેડૂતોને એકમંચ પર લાવવા માટે જાન્યુઆરી માસમાં ગુજરાત સત્યાગ્રહ છાવણી જેતપર કટે કિસાન અધિકાર મહાપંચાયતનું એલાન કરવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને જોડવા માટે સોશ્યલ મીડિયા મારફત સતત પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે દરમીયાન મહા પંચાયત માટે લંડનથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે

 

પીનર હિંદુ મંદિર હેરો, લંડન તરફથી ગુજરાત સત્યાગ્રહ છાવણીને રૂ ૧૧,૦૦૦ નું યોગદાન આપવામાં આવ્યું છે કિસાન અધિકાર મહાપંચાયત માટે આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે જે આર્થિક યોગદાન માત્ર રકમ નથી પરંતુ ખેડૂતોની એકતા, સંઘર્ષ અને સ્વાભિમાનની તાકાતનું પ્રતિક છે ખેડૂત જયારે એક થાય છે ત્યારે કોઇપણ સંઘર્ષ નાનો રહેતો નથી અને કોઇપણ લડાઈ અશક્ય રહેતી નથી તેવું પણ ખેડુતોના પોસ્ટરમાં લખવામાં આવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.