




આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા અગ્રણી પંકજ રાણસરીયાએ ધોડાધ્રોઈ ડેમમાંથી શિયાળુ પાક આપવા ડેમ અધિકારીઓને રજૂઆત કરી હતી ખેડૂતોને સાથે રાખી ડેમ સાઈટ પર રજૂઆત કરવામાં આવતા ખેડૂતોના હિતમાં પાણી આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી
શિયાળુ પાક વાવેતર માટે ખેડૂતોને પાણી આપવામાં ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા હતા જેતપર, ચકમપર અને અણીયારી તેમજ રાપર સહિતના ગામના ખેડૂતોને શિયાળુ પાક માટે ધોડાધ્રોઈ ડેમમાંથી પાણી આપવા ખેડૂતોએ ફોર્મ ભરી દીધા છે પરંતુ ખેડૂતોને પાણી મળતું ના હતું ખેડૂતોને પાણી મળશે તેવી આશા સાથે વાવણી કરવામાં આવી હતી પરંતુ પાણી નહિ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા આજે આપ અગ્રણી પંકજભાઈએ ખેડૂતોને સાથે રાખી ડેમ ખાતે રૂબરૂ પહોંચી અધિકારીઓને રજૂઆત કરી હતી અને ૨૬ તારીખે સાંજે ૬ વાગ્યા પહેલા પાણી છોડવામાં આવશે તેવી ખાતરી આપી હતી



