વાંકાનેરમાં પૈસાની લેતીદેતીમાં ઓફિસે જઈને ધમકી, રોડ પર કારને ટક્કર મારી

              વાંકાનેર શહેરમાં પૈસાની લેતીદેતી મામલે યુવાનની ઓફિસે જઈને બે ઇસમોએ ધમકીઓ આપ્યા બાદ યુવાન કાર લઈને જતો હતો ત્યારે કારને ટક્કર મારી ધોકા વડે કારમાં નુકશાન કર્યું હતું વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

            વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા ફરહાન ફારૂક બ્લોચ (ઉ.વ.૧૯) વાળાએ આરોપીઓ અલાઉદીન અલ્તાફ સમાં રહે દરબારી સોસાયટી ચંદ્રપુર વાંકાનેર અને મીરખાન દલ રહે રાજકોટ ભીસ્તીવાડ એમ બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને આરોપી અલાઉદીન બંને જુના મિત્ર છે અને પૈસાની લેતીદેતી કરતા હોય છે જે બાબતે બંને આરોપીઓએ ફરિયાદી ફરહાન ગાયત્રી ચેમ્બર અલીફ રોડ લાઈન્સ નામની ઓફિસમાં નોકરી કરતા હોય ત્યાં ઓફિસે આવી ગાળો બોલી ધોકા અને પાઈપ વડે શરીરે સામાન્ય ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા

            બાદમાં યુવાન સાંજે પોતાના મિત્રો સાથે સ્વીફ્ટ કાર જીજે ૩૬ એઆર ૦૨૦૭ લઈને જમવા જતા હતા ત્યારે ચંદ્રપુર નાલા પાસે બંને આરોપીઓ સ્કોર્પીઓ અને સ્વીફ્ટ કાર લઈને આવી ફરિયાદીની કારને આગળ પાછળ ભટકાડી હતી તેમજ ગાડી પર ધોકા મારી નુકશાન કર્યું હતું વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.