જેતપર છાવણીએ ખેડૂતોને નહિ જવા દેવા ભાજપ નેતાના પ્રયાસો ? સોશ્યલ મીડિયા વોર શરુ





મોરબીના જેતપર ગામે ગુજરાત સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતો વીજલાઈન વળતર મામલે છ માસથી લડત ચલાવી રહ્યા છે ખેડૂત આંદોલન દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી લડત ચાલી રહી છે અને જેતપર છાવણી ખાતે આગામી જાન્યુઆરી માસમાં ખેડૂત મહાપંચાયતની જાહેરાત કરવામાં આવી છે જે ખેડૂત મહા પંચાયત પૂર્વે જ સોશ્યલ મીડિયા વોર શરુ થઇ ગયું છે
ખેડૂતોના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટર વોર શરુ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે ખેડૂતોને જેતપર છાવણીએ નહિ જાવા દેવા માટે ભાજપ નેતાના પ્રયાસો ચાલુ થયા છે પણ ખેડૂતો હવે આપને બહુ સારી રીતે ઓળખી ગયા છે હવે નહિ છેતરાય. ખેડૂતો પરિવાર સાથે કિસાન અધિકાર મહાપંચાયતમાં જશે લાખોની સંખ્યામાં ખેડૂતો જોડાશે તેવો હુંકાર કરવામાં આવ્યો છે
ખેડૂતોએ ભાજપ નેતાઓ મહાપંચાયતમાં નહિ જવા દેવાના પ્રયાસો શરુ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે જોકે ક્યાં નેતાએ આવા પ્રયાસ કર્યા છે તેનું નામ આપવામાં આવ્યું નથી મહા પંચાયતને હજુ તો દોઢ મહિના જેટલો સમય બાકી છે પરંતુ ખેડૂતોએ અત્યારથી સોશ્યલ મીડિયા વોર શરુ કરી દીધું છે અને મહા પંચાયતમાં લાખોની સંખ્યામાં ખેડૂતોને એકત્ર કરી સરકારને ખેડૂતોની તાકાત બતાવી દેવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે
