




મોરબી શહેરના કંડલા બાયપાસ, ગાંધી ચોક વિસ્તાર તેમજ જેતપર ગામમાં તીનપત્તી અને નોટ નંબરી જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
પ્રથમ રેડમાં મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે કંડલા બાયપાસ મારૂતિનંદન એપાર્ટમેન્ટ વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તી જુગાર રમતા ધર્મેન્દ્ર દાનાભાઈ જારીયા, કરીમ હુશેન ચાનિયા અને રમેશ ઉર્ફે મિથુન લીલાધર કાનાબાર એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૭૫૦૦ જપ્ત કરી છે
બીજી રેડમાં ગાંધી ચોકમાં જાહેરમાં મોબાઈલ એપમાં લૂડો ગેમમાં જુગાર રમતા મકબુલ નિઝામ ચાનિયા અને મુસ્તાક અબ્દુલ સુમરાને ઝડપી લઈને રોકડ રૂ ૭૦૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૫૭૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
ત્રીજી રેડમાં મોરબી તાલુકા પોલીસે જેતપર ગામના નદીના પુલ પાસેથી જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા રાઘુભાઈ ઈશ્વરભાઈ ધામેચા અને સંજય લક્ષ્મણભાઈ દેગામાંને ઝડપી લઈને રોકડ રૂ ૫૦૦ જપ્ત કરી છે
