રાજકોટ રેંજ ટીમનો સપાટો : અમદાવાદ ચોટીલા હાઈવે પરથી ૪૩.૫૦ લાખનો બીયરનો જથ્થો ઝડપાયો





સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પો.સ્ટે. વિસ્તાર અમદાવાદ-ચોટીલા હાઇવે આણંદપર ચોકડી પાસેથી ટાટા ટ્રક નં. RJ-19-GC-6579 માંથી અલગ-અલગ બ્રાન્ડના બીયર ટીન નંગ ૩૪,૮૦૦ (પેટી નંગ ૧૪૫૦) તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૫૮,૫૫,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ડ્રાઇવર આરોપીને રાજકોટ રેંજ ટીમે ઝડપી લીધો છે
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચુંટણીઓ યોજાનાર હોય અને રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ચુંટણી શાંતીમય વાતાવરણમાં યોજાય તે હેતુસર પ્રોહિબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર ઇસમોને શોધી કાઢી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પો.ઇન્સ. શ્રી અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પો.સબ.ઇન્સ. પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, એસ. પી. ગોહિલ, એ.વાય.ઉધાસ તથા સ્ટાફ દ્વારા આવી પ્રોહિબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને શોધી કાઢવા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી જરૂરી ટેકનીકલ એનાલીસીસ તથા વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન હિતેશભાઇ જોગરાણા નાઓને મળેલ હકિકત આધારે પો.સ.ઇ. બી. સી. મિયાત્રા તથા સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વકારભાઇ અરબ, અજયવીરસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, વિજયસિંહ પરમાર, ફતેસંગ પરમાર, રાજુભાઇ પઢેરીયા નાઓ ટાટા કંપનીનો ટ્રક રજી.નં.RJ-19-GC-6579 માં બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટનો બીયરનો જથ્થો ભરી અમદાવાદ-ચોટીલા હાઇવે પરથી પસાર થનાર હોવાની મળેલ હકિકત વાળા ટ્રકની વોચમાં હતા ત્યારે હકિકત વાળો ટ્રક આણંદપર ચોકડી ચોટીલા પાસેથી પસાર થતા તેને રોકી ચેક કરતા ટ્રકમાંથી ભારતીય બનાવટના અલગ-અલગ બ્રાન્ડના બીયર ટીન નંગ ૩૪,૮૦૦ (પેટી નંગ ૧૪૫૦) કુલ કિ. રૂ.૪૩,૫૦,૦૦૦/- સાથે આરોપી ડ્રાઇવર પ્રેમારામ ભવરલાલ ખોડ મળી આવતા ટાટા કું.નો ટ્રક, બીયરના ટીન, મોબાઇલ ફોન, તાડપત્રી તથા ટ્રકને લગતા કાગળો મળી કુલ રૂ.૫૮,૫૫,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી (૧) ડ્રાઇવર પ્રેમારામ ભવરલાલ ખોડ રહે.હરીનગર તા.બાલેશ્વર જી.જોધપુર, રાજસ્થાન નાઓને અટક કરેલ તેમજ પકડવાના બાકી આરોપીઓ (ર) મોબાઇલ નંબર વાળો માલ ભરી આપનાર શેઠ (૩) શ્રવણ જાટ રહે. આગોલય તા.બાલેશ્વર જી.જોધપુર, રાજસ્થાન (૪) ટ્રક માલીક પુખરાજ ભાખરારામ વિશ્નોઇ રહે. ભીલો કી ઢાણી, બારાસણ, ગુડામાલાણી, રાજસ્થાન તથા તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.



