




હળવદની સરા ચોકડી પાસે ૬૫ વર્ષીય વૃદ્ધને પુરપાટ જતી બોલેરો કારના ચાલકે ઠોકર મારી હતી જે અકસ્માતમાં વૃદ્ધને જમણા પગના સાથળના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામના રહેવાસી બાબુભાઈ લાલાભાઈ મકવાણા (ઉ.વ.૬૫) નામના વૃદ્ધે બોલેરો પીકઅપ જીજે ૩૬ એક્સ ૭૨૮૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯-૧૦ માં રોજ સવારના પોણા નવેક વાગ્યે ફરિયાદી બાબુભાઈ મકવાણા હળવદ સરા ચોકડી નજીક હોય ત્યારે બોલેરો ચાલકે બેફિકરાઈથી બોલેરો ચલાવી ફરિયાદીના જમણા પગના સાથળના ભાગે ભટકાડતા વૃદ્ધને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા કરી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
