વાંકાનેર ના કેરાળા ગામે ગાયાના મોતથી ગૌપ્રેમીઓ રોષની લાગણી

વાંકાનેર તાલુકાના કેરાળા ગામમાં છેલ્લા એક મહિનામાં ગાયના શંકાસ્પદ રીતે મુત્યુ થવાની ચાર ધટના જોવા મળી હતી અવારનવાર અહી ગાય માતાના શંકાસ્પદ મૃત્યુ થતા રહે છે.એવો જ એક બનાવ જોવા મળ્યો છે આજ સવારના રોજ એક ગાયનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું.આ બનાવની જાણ કેરાળાના ગૌ-સેવક કૈલાશબેન ને થતા તુરંત જ વાંકાનેરના ગૌ સેવક મયુરભાઈનો સંપર્ક કરતા વાંકાનેર શિવ સેના અને ગૌ સેવાના કાર્યકર્તા પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોધાવી હતી.જોકે છેલા ૧ માસમાં આવી શંકાસ્પદ રીતે ગાયનો મોતના બનાવ વધવા પામ્યા છે જેથી ગૌ પ્રેમીઓ માં રોષની લાગણી જોવા મળે છે અને આવી ઘટના ન બને અને આવું કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માગી કરી છે

Comments
Loading...
WhatsApp chat