રાજપર ગામે ૧૦૨ વર્ષના માજીનું જીવતું જગતિયું, કેવી હતી ધામધૂમ ?

પાંચ પેઢીનું સુખ ભોગવનારા વૃધ્ધાનું જીવતું જગતિયું કરાયું

મોરબીના રાજપર ગામે વસતા પ્રેમજીભાઈ ગોકળભાઈ વરસડા (ઉ.વ.૧૦૭) અને તેના ધર્મપત્ની ગં.સ્વ. સામુબેન પ્રેમજીભાઈ વરસડા (ઉ.વ.૧૦૨) એ દંપતીએ પોતે પાંચ પાંચ પેઢીનું સુખ માણ્યું હોય તેમજ નખમાં પણ રોગ ના હોય તેવું નીરોગી જીવન વિતાવ્યા બાદ ત્રણેક વર્ષ પૂર્વે તેને સંતાનોને જીવતા જગતિયું કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી જોકે ગત રવિવારે  તા. ૨૧ ના રોજ પ્રેમજીભાઈ વરસડાનું ૧૦૭ વર્ષની જૈફ વયે કુદરતી રીતે અવસાન થયું હતું ત્યારે ધર્મપત્ની સામુબેને તેના સંતાનોને બાપના દાડા પૂર્વે જ તેનું જીવતું જગતિયું કરવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી પુત્રોએ આજે માજીનું જીવતા જગતીયાના પ્રસંગને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં ગામમાં ભવ્ય શોભાયાત્રા યોજી હતી અને ધુમાડાબંધ ગામ જમાડીને પુત્રોએ માતાની અંતિમ ઈચ્છા પૂર્તિ કરી હતી.

 

 

 

Comments
Loading...
WhatsApp chat