



મોરબી નજીક આવેલા જેતપર ગામ જવા માટે એકમાત્ર જુનો પુલ આવેલો છે જે સાંકડો હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરતા હોય છે ત્યારે આ પુલ પર ડમ્પર આજે સવારના લગભગ ૯ વાગે કોઈ કારણોસર પલટી મારી ગયું હતું જોકે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો પણ તે ડમ્પર મૂકી ને ભાગી ગયો હતો અને તે રેતી ભરેલો ડમ્પર પલટી માર્યા બાદ તે પુલની વચોવચ આવી જતા આખો પુલ બંધ થઇ ગયો હતો અને અડધું ડમ્પર પુલની દીવાલ પર લટકતું રહ્યું હતું જેથી પુલ પરનો રોડ બંધ થઈ જતા ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ફરી ને બીજા રસ્તે જવું પડતું હતું ઘટનાની જાણ થતા તાલુકાના પોલીસ ટીમ દોડી ગઈ હતી અને ડમ્પર ક્રેન ની મદદથી ડમ્પર દુર થશે તેવું જાણવા મળ્યું છે

