માળિયાના વવાણીયા ગામે દીકરીની સગાઇ તોડી નાખવા બાબતે મારામારી, ત્રણ વિરુદ્ધ ફરિયાદ


વવાણીયા ગામમાં દીકરી સાથે સગાઇ તોડી નાખી હોય જેનો ખાર રાખી ત્રણ ઇસમોએ આધેડને ગાળો આપી ઢીકા પાટું માર મારી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી ધોકા વડે એક ઘા મારી હોઠ પર ઈજા પહોંચાડી હતી
મોરબીના પચ્ચીસ વારીયા દલવાડી સર્કલ પાસે રહેતા શેરમામદ બાબુભાઈ બ્લોચ (ઉ.વ.૪૨) વાળાએ આરોપીઓ મેહબૂબ વલીમાંમદ બ્લોચ, સિકંદર વલીમામદ બ્લોચ અને અરમાન વલીમામદ બ્લોચ રહે ત્રણેય વિસીપરા મદીના મસ્જીદ પાસે મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીકરીની સગાઇ આરોપી સિકંદર સાથે થઇ હતી જે સગાઇ તોડી નાખી હતી જેનો ખાર રાખી ત્રણેય ઇસમોએ વવાણીયા ગામમાં પીરની દરગાહ પાસે ઝપાઝપી કરી ગાળો આપી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી તેમજ ધોકા વડે મોઢાના ભાગે ઘા મારી હોઠ પર ઈજા પહોંચાડી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે