માળિયામાં દેશી દારૂની ભઠ્ઠી પર SMC ની રેડ, ૪ લાખથી વધુનો મુદામાલ જપ્ત





મોરબીમાં સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાને પગલે રેન્જ ટીમો અને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો અવારનવાર દરોડા કરી કામગીરી કરતી હોય છે જેમાં આજે SMC ટીમ માળિયામાં રેડ કરી દેશી દારૂની ભઠ્ઠી સહિત ૪.૧૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એસ.વી. ગળચરના માર્ગદર્શન હેઠળ ટીમે માળિયા (મી.) પંથકમાં આવેલ ચીલખલી રણ વિસ્તારમાં રેડ કરી હતી જ્યાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લેવામાં આવી હતી સ્થળ પરથી ટીમે ૭૫૦ લિટર દેશી દારૂ કિંમત રૂ. ૧,૫૦,૦૦૦ , દેશી દારૂ ગાળવાનો વોશ ૯૪૦૦ લિટર કિંમત રૂ. ૨,૩૫,૦૦૦ તેમજ મોટર પંખા, સોલર પ્લોટ ૧ બેટરી, ઇલેક્ટ્રિક મોટર, લાટાના બોક્સ નંગ ૩૫, દારૂ માપવાનું ડિગ્રી મીટર, સહિત કુલ રૂ ૪,૧૨,૭૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે દેશી દારૂ ભઠ્ઠી કેસમાં આરોપી કાસમ અબ્દુલ સામતાણી રહે ચીખલી તા. માળિયા અને શાહરૂખ ફિરોઝ પઠાણ રહે મોરબી એમ બે આરોપીના નામ ખુલતા માળિયા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ ચલાવી છે
