વાંકાનેરના નવાપરા નજીક મહિલાને ઠોકર લાગ્યા બાદ બાઈક ચાલકને લમધાર્યો

અજાણી મહિલા સહીત બે ઈસમો વિરુદ્ધ માર માર્યાની પોલીસ ફરિયાદ

 

 

નવાપરા નજીક ડબલ સવારી બાઈક ચાલક સાથે મહિલાની ટક્કર થઇ હતી જે અકસ્માત બાદ મહિલાના પુત્ર અને અજાણી મહિલાએ બાઈક ચાલક સહિતના બેને માર મારી ઈજા કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

 

મૂળ કેશોદના વતની હાલ વાંકાનેરના ચંદ્રપુર રહેતા સાજીદ ભીખુભાઈ લાખા (ઉ.વ.૨૫) વાળાએ લાભુબેન ચંદુભાઈ મકવાણાનો દીકરો અને તેની સાથે રહેલ અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને અરમાન હુશેન દલ બંને બાઈક લઈએ ટ્રક રીપેરીંગ કરવા માટે વાંકાનેર હાઈવે પરથી જતા હતા અને નવાપરા કટ પાસે આરોપીના માતા લાભુબેન મકવાણા રોડ ક્રોસ કરતા હતા જેની સાથે બાઈક અથડાતા તેઓ પડી ગયા હતા જેનો ખાર રાખી બંને આરોપીઓએ ધોકા લઈને આવી સાજીદને માથાના ભાગે ઘા મારી તેમજ પગમાં ઈજા કરી હતી બંને ઇસમોએ અરમાન હુશેન દળને ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

 

Leave A Reply

Your email address will not be published.