વાંકાનેરના અમરસર નજીક બોલેરોની ઠોકરે બુલેટ સવાર યુવાનનું મોત

 

અમરસર નવાપરા પાસે રોડ પર પુરપાટ જતી બોલેરો કારના ચાલકે ડબલ સવારી બુલેટને ઠોકર મારી હતી જે અકસ્માતમાં એક યુવાનને ઈજા પહોંચી હતી તેમજ તેની સાથે રહેલ યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું

 

વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા રાયધનભાઈ પરબતભાઈ બાંભવા (ઉ.વ.૨૨) વાળાએ બોલેરો જીજે ૩૬ વી ૪૨૮૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ચાલકે પોતાની બોલેરો પુરઝડપે ચલાવી અમરસર નવાપરા પાસે રોડ પર ફરિયાદીના બુલેટ જીજે ૩૬ બીસી ૦૦૨૮ સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ફરિયાદી રાયધનને મોઢાના જડબાના ભાગે અને પગમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી તેમજ યુસુફભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તેમજ પેટના ભાગે ઈજા પહોંચત મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.