

ટંકારાના મીતાણા બ્રીજ નજીક અન્ય સાથે બોલાચાલી કરનાર કાર ચાલકને સમજાવવા ગયેલ આધેડને માર મારી કારના બોનેટના ભાગે નુકશાન કર્યું હતું અને માર મારવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
મોરબી રવાપર રોડ પર રહેતા દીપકભાઈ દેવજીભાઈ વીરપરીયાએ ફોર્ચ્યુનર કાર જીજે ૩૬ એપી ૨૭૨૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦ ના બપોરના સમયે રાજકોટ મોરબી હાઈવે પર મીતાણા બ્રીજ ઉતરતા રોડ પર ફોર્ચ્યુનર કારનો ચાલક આરોપી અન્ય વાહન વાળા સાથે ઝઘડો કરતો હતો જેથી ફરિયાદી દીપકભાઈએ પોતાની કાર સાઈડમાં રાખી બોલાચાલી કરી સમજાવવા જતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી મોઢાના ભાગે ઢીકા માર્યા હતા
પોતાની કાર ગફલતભરી રીતે રીવર્સમાં ચલાવી ફરિયાદીની ઇલેક્ટ્રિક કાર જીજે ૩૬ એઆર ૨૦૬૧ આગળના ભાગે ભટકાડી કારના બોનેટમાં નુકશાન કર્યું હતું તેમજ માર મારવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે