


વાંકાનેર સરતાનપર રોડ પર કારખાનામાં પહેલા માળેથી નીચે પડી જતા શ્રમિકનું મોત

સરતાનપર રોડ પર આવેલ કારખાનામાં કામ કરતા શ્રમિક યુવાન પહેલા માળેથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે
મોરબીના કન્યા છાત્રાલય રોડ પર બુટાની વાડીમાં રહેતા જગદીશભાઈ સવજીભાઈ પરમાર (ઉ.વ.૩૯) નામના યુવાન વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ મોટો સ્ટોન કારખાનામાં સેન્ટીંગ કામ કરતા હતા અને પહેલા માળેથી નીચે પટકાતા ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા સો વારીયામાં રહેતા ૫૦ વર્ષીય આધેડે ગળેફાંસો ખાઈ લેતા મોત
ટંકારા સો વારીયામાં રહેતા ૫૦ વર્ષીય આધેડ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
ટંકારા સો વારીયા ગુલાબ પેટ્રોલપંપ સામે રહેતા રાજુભાઈ દિનેશભાઈ વિકાણી (ઉ.વ.૫૦) નામના આધેડ ગત તા. ૧૧ ના રોજ મોડી રાત્રે કોઈ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું ટંકારા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે