માળિયાના પંચવટી ગામે બનેવીના ભંગારના ડેલે બેસવા બાબતે પાઈપ વડે હુમલો


પંચવટી ગામે યુવાન બનેવીના ભંગારના ડેલે બેસવા જતો હતો જે આરોપીને સારું નહિ લાગતા બોલાચાલી કરી ગાળો આપી લોખંડ પાઈપ વડે યુવાનને માથાના પાછળના ભાગે મારી ઈજા કરી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
માળિયાના કાજરડા ગામના રહેવાસી સમીર અબ્બાસ મોવર (ઉ.વ.૨૩) વાળાએ આરોપી અકબર સુલતાન કટિયા રહે ખીરઈ ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪ ના રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ફરિયાદી સમીર પંચવટી ગામના પાટિયા પાસે આવેલ બનેવીના ભંગારના ડેલે બેસવા જતા હોય જે આરોપી અકબરને ગમતું ના હોવાથી બોલાચાલી કરી ગાળો આપી જપાજપી કરી હતી અને ફરિયાદીને શરીરે ઢીકા પાટું માર મારી મુંઢ ઈજા કરી લોખંડ પાઈપ વડે માથાના પાછળના ભાગે ઈજા કરી હતી માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે