

મોરબીના રવાપર ઘુનડા રોડ પર ફ્લેટમાં ધમધમતા જુગાર ધામ પર રેડ કરી પોલીસે આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા સ્થળ પરથી રૂ ૭.૨૦ લાખની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રવાપર ઘુનડા રોડ પર શક્તિ ટાઉનશીપ ૨ આધ્યા હાઈટ્સ બ્લોક નં ૨૦૪ માં આરોપી રસિક ગણેશભાઈ ફેફરના ફ્લેટમાં જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ફ્લેટમાં જુગાર રમતા રસિક ગણેશભાઈ ફેફર, પ્રકાશ વશરામભાઈ ફેફર, ભરત ગોરધનભાઈ સવસાણી, જેન્તીલાલ ગાંડુભાઈ ઠોરીયા, મીઠાલાલ મનજીભાઈ ફેફર, યોગેશ ભીમજીભાઈ અમૃતિયા, ગણેશ નરભેરામભાઈ ફેફર અને પ્રભુભાઈ સુંદરજીભાઈ ભાલોડીયા એમ આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રૂ ૭,૨૦,૦૦૦ કબ્જે લઈને જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે