વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જામનગરમાં ‘દિલ સે જામનગર વોક’નું આયોજન

રવિવાર સવારે 8 વાગ્યે રણમલ લેકથી હેલ્થ વોક : સવારે 10 વાગ્યાથી નિષ્ણાત તબીબનું માર્ગદર્શન અને નિઃશુલ્ક હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ

 

જામનગર તા. 26 : વિશ્વ હૃદય દિવસ નિમિત્તે હૃદયના સ્વાસ્થ્ય અંગે જનજાગૃતિ ફેલાવવા તેમજ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાના હેતુથી જામનગરમાં *‘દિલ સે જામનગર વોક’*નું આયોજન કરવામાં આવ્યું

 

બરોડા હાર્ટ એન્ડ શારદા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, રોટરી ક્લબ ઇમેજિકા જામનગર, RMB જામનગર તથા BNI જામનગરના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ કાર્યક્રમમાં સવારે 8 વાગ્યાથી રણમલ લેક ખાતે વોક યોજાયો ‘Walk for a Healthier, Happier Tomorrow’ના સંદેશ સાથે યોજાનારી આ વોકમાં નાગરિકોને નિયમિત ચાલવું, શારીરિક રીતે સક્રિય રહેવું અને હૃદયની તંદુરસ્તી પ્રત્યે સજાગ રહેવા પ્રેરણા આપવામાં આવ્યું.

 

વોક બાદ સવારે 10 વાગ્યાથી બરોડા હાર્ટ એન્ડ શારદા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના વી.એમ. શાહ ઓડિટોરિયમ ખાતે નિષ્ણાત તબીબનું માર્ગદર્શન અને નિઃશુલ્ક હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયુ. કાર્યક્રમ દરમિયાન કન્સલ્ટન્ટ કાર્ડિયો થોરેસિક એન્ડ વાસ્ક્યુલર સર્જન ડૉ. સુમિત ગુપ્તા દ્વારા ‘Taking Care of Your Heart Today for a Healthier Tomorrow’ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું. આયોજકોના જણાવ્યા મુજબ ડૉ. ગુપ્તાને 15 વર્ષથી વધુનો અનુભવ છે અને તેમના દ્વારા 4,000થી વધુ સફળ હૃદય સર્જરી કરવામાં આવી છે. નિઃશુલ્ક હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પમાં હાઇટ-BMI માપન, શુગર/ગ્લુકોઝ ચેકિંગ, બ્લડ પ્રેશર માપન તેમજ આરોગ્ય પરામર્શ જેવી સેવાઓ આપવામાં આવ્યું

 

Leave A Reply

Your email address will not be published.