મોરબી હાઇવે પર કારમાંથી ૨૬૨ બોટલ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

 

મોરબી નજીક હાઈવે પર અલ્ટો કારમાં દારૂની ૨૬૨ બોટલના જથ્થાની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને પોલીસે દારૂ અને કાર સહીત કુલ રૂ ૨.૯૭ લાખનો મુદામાલ કબ્જે લીધો છે

 

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી નજીક હાઈવે પરથી અલ્ટો કાર જીજે ૧૩ એનએન ૦૩૪૬ શંકાસ્પદ લાગતા કાર રોકી તલાશી લીધી હતી કારમાંથી ઈંગ્લીશ દારૂની ૨૬૨ બોટલ કીમત રૂ ૪૭,૧૧૮ નો જથ્થો મળી આવતા દારૂ, કાર કીમત રૂ ૨.૫૦ લાખ સહીત કુલ રૂ ૨,૯૭,૧૧૮ નો મુદામાલ જપ્ત કરી આરોપી બળદેવભાઈ ઉર્ફે બાલો નાગરભાઈ સાકરીયા (ઉ.વ.૩૦) રહે લાલપર તા. મોરબી મૂળ રહે પીપડી તા. જસદણ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.