


સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મોરબી અને શ્રી વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ, માંડવી-કચ્છ આયોજિત અને જીલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી પ્રેરિત તા. ૨૯ અને ૩૦ ના રોજ ઉમા હોલ, રવાપર ચોકડી મોરબી ખાતે જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળો યોજાશે
વિદ્યાર્થીઓમાં વાંચન અભિરૂચી કેળવાય, મનગમતા પુસ્તકો જુએ અને ખરીદી વાંચે તેવા હેતુસર જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે પુસ્તક મેળાનો તા. ૨૯ ને મંગળવારે સવારે ૧૦ કલાકે પ્રારંભ કરાશે જીલ્લા કલેકટર સ્વપ્નીલ ખરે, ડીડીઓ વિદ્યાસાગર, એસપી મુકેશ પટેલ, ડીઈઓ કમલેશ મોતા અને ડીપીઈઓ નમ્રતા મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી મેળાનો પ્રારંભ કરાશે
તા. ૨૯ અને ૩૦ મંગળવાર અને બુધવારે સવારે ૧૦ થી સાંજે ૮ સુધી રહેશે જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં ૪૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેથી પુસ્તકની ઓછામાં ઓછી રૂ ૫૦૦૦ ની ખરીદી કરનારને ૪૦ ટકા વળતર બાદ કરતા રૂ ૩૦૦૦ ચૂકવવાના થશે ઉપરાંત રૂ ૨૦૦૦ ની કિમતના વિવેકગ્રામ પ્રકાશન, માંડવીના પુસ્તકો ભેટ આપવામાં આવશે

