મોરબીમાં યુવાનનું અપહરણ કરી માર મારી રૂ ૮૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા, ભાઈને છરીના ઘા ઝીક્યા

બાઈક નહિ આપવા જેવી બાબતનો ખાર ત્રણ ઇસમોએ બે ભાઈઓને માર માર્યાની ફરિયાદ

 

 

મોરબીના રહેવાસી યુવાને બે દિવસ પૂર્વે બાઈક નહિ આપ્યાનો ખાર રાખી ત્રણ ઇસમોએ યુવાનનું અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઇ જઈને ઢીકા પાટું અને લાકડાના ધોકા વડે માર મારી ઓનલાઈન ૮૦૦૦ રૂ ટ્રાન્સફર કરાવી મોબાઈલ ફોનની લૂંટ કરી તેમજ યુવાનના ભાઈને છરીના ઘા ઝીકી ગંભીર ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

 

મોરબીના વજેપર શેરી નં ૧૧ માં રહેતા સંજયભાઈ ગંગારામભાઈ બાંભણીયા (ઉ.વ.૩૨) વાળાએ આરોપીઓ ઈરફાન કરીમ, અબ્દુલા ઉર્ફે અબુડી ઉર્ફે બાળો અને યુસુફ મોહમદ રતનીયા રહે ત્રણેય કાલિકા પ્લોટ મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ઈરફાન કરીમે બે દિવસ પહેલા ફરિયાદી સંજય પાસે મોટરસાયકલ માંગતા આપ્યું ના હતું જેનો ખાર રાખી તા. ૨૬ ના રોજ બપોરના ત્રણેક વાગ્યે ત્રણેય આરોપીઓ વજેપર ગામના ઝાપા પાસે વાણંદ દુકાનેથી ફરિયાદી સંજયને મોટરસાયકલમાં બેસાડી અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઇ જઈને પીઠના ભાગે, અને હાથે ઢીકા પાટું માર મારી લાકડાના ધોકાથી મુંઢ માર માર્યો હતો

 

ફરિયાદી પાસેથી અબુડી ઉર્ફે બાડાએ ઓનલાઈન ૮૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરાવી તેમજ યુસુફ મોહમદ રતનીયાએ બ્લુ કલરનો ઓપો મોબાઈલ ફોનની લૂંટ કરી હતી અને બનાવની જાણ થતા ફરિયાદીના ભાઈ જગદીશભાઈ ઘરે ગયા હતા ત્યારે આરોપીઓએ પોલીસ ફરિયાદ ના કરવા ધમકીઓ આપી હતી અને ફરિયાદીના ભાઈ જગદીશભાઈ (સામાજિક કાર્યકર) ને પકડી રાખી આરોપી ઈરફાન કરીમે છરીના ઘા મારી ગંભીર ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.