વિશ્વ હિંદુ પરિષદ-માત્રુશક્તિ અને દુર્ગાવાહિની મોરબી જીલ્લાના સંયુક્ત ઉપક્રમે બાળ સંસ્કાર વર્ગ યોજાયો

 

વિશ્વ હિન્દુ પરિષદ- માતૃશક્તિ/ દુર્ગાવાહિની મોરબી જિલ્લા ના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય બાળ સંસ્કાર વર્ગનું દિનાંક ૨૬ જુલાઈ ૨૦૨૬ ને રવિવારના રોજ નીલકંઠ સ્કૂલ રવાપર રોડ મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રશિક્ષણ વર્ગમાં વિશેષ માર્ગદર્શન માટે વિહિપ માતૃશક્તિ સૌરાષ્ટ્ર પ્રાંત ના ટોળી સદસ્ય હીનાબેન અગ્રાવત ઉપરાંત વિહિપ દુર્ગાવાહિની ટોળી સદસ્ય કૃપાબેન લાલ જેઓ દ્વારા આપણી આવનારી પેઢીને બાળકો ને સુસંસ્કૃત, આત્મસ્વયંમી, સંસ્કાર, વિવેકવાન અને રાષ્ટ્રહિત તેમજ રાષ્ટ્રસર્વોપરીના સૂત્ર સાથે પોતાના જીવન માં આગળ વધે તેનું ઘડતર કરવામાં આપણો શ્રેષ્ઠ પ્રયાસ કેવી રીતે થઈ શકે તે અંગે ચર્ચા વિચારણા કરી તેમજ અત્યારના બાળકોને આપણા ભારતના ગૌરવશાળી ઇતિહાસ, બૌધકથા તેમજ દેશભક્તિ ગીત જેવા વિષયો નાનપણથી જ આપણા સમાજ ના કેન્દ્રમાં જોડીને “राष्ट्र स्वाहा, इदं राष्ट्राय, इदं न मम” ના સૂત્ર સાથે દરેક બાળકોમાં રાષ્ટ્રભાવના પ્રગટ કરીએ.

આ કાર્યક્રમના અંતમાં વર્ગમાં ઉપસ્થિત દુર્ગા તેમજ માતાઓ એ સંકલ્પ કર્યો કે ઈશ્વરને સાક્ષી માનીને પોત પોતાના વિસ્તારોમાં સનાતન સંસ્કારો, દેશભક્તિ, સદ્ગુણો ભાવનાનું સિંચન કરશે.

Leave A Reply

Your email address will not be published.