બિસ્માર હાઈવે અંગે લજાઈ નજીક ચક્કાજામ કરી વિરોધ, પોલીસે ત્રણને ડીટેઈન કર્યા 

 

મોરબી રાજકોટ હાઈવેની બિસ્માર હાલત હોવાથી ઉદ્યોગકારોએ લજાઈ ચોકડી પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો જેથી હાઈવે પર વાહનોની ગતિ થંભી ગઈ હતી તો મંજુરી વિના રોડ પર આંદોલન કરી ટ્રાફિકજામ કરનાર ત્રણને ડીટેઈન કરી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા

 

મોરબી રાજકોટ હાઈવે પર મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે લજાઈ ચોકડી પાસે આજે સવારે ઉધોગકારોએ વિરોધ નોંધાવવા રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને થોડીવારમાં ઉદ્યોગકારોએ ચક્કાજામ પોતાની જાતે જ પૂર્ણ કરી નાખ્યું હતું હાઈવે પર ચક્કાજામને પગલે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી જેથી પોલીસ ટીમ હરકતમાં આવી હતી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો અને મંજુરી વિના ટ્રાફિકજામ કરી બેનર સાથે વિરોધ પ્રદર્શન કરનાર હાર્દિક નાનજીભાઈ ઘોડાસરા, બંસીભાઇ દિનેશભાઈ દલસાણીયા અને પંકજ દયારામભાઈ મસોત એમ ત્રણને ડીટેઈન કરવામાં આવ્યા હતા

 

Leave A Reply

Your email address will not be published.